ઇન્સટાગ્રામ જુઓ

header ads

કવિ કહે કોરા હૃદયને


કવિ કહે કોરા હૃદયને

કવિ કહે કોરા હૃદયને, કામણતમે કેવું કર્યું.
યાદ કરી તમે યાર ને, ભૂલી ગયા સંસારને
જન્મ આપ્યો જનેતાએ’ યાદ કરો એ પ્યાર ને
હસતા તમારા હોઠને,  રડતા તમારા દીદારને,
ખુબ લડાવ્યા લાડ, તે કેમ ભૂલ્યા ઉપકારને,
વહાવી તમ પર હેત, સુકવી પોતાનું શરીર
શરીર બનાવ્યું સુંદર નિજ સુંદરતા સુકવીને,
સજાવ્યો સુંદર બાગ, જીવન તણા દરબારનો
એ બાગ ને બનાવ્યો ખાખ, પણ માથે ભીડાવી ને,
હસતી નથી આ કાયા ની, શાને લગાવી લાય
કહે આલમ પ્રભુ પ્યારથી , કોરા હૃદય ને કર્તવ્યથી.

            -આલજીભાઈ નાણેચા. આલમ

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ